UPI દ્વારા એક દિવસમાં કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકાય છે ? ક્યાં બેન્કની કેટલી લિમિટ છે?

Daily Transaction Limit Of UPI: UPI આવતા જ આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટ કરવાની રીતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પેમેન્ટ કરવું ખૂબ જ સરળ છે. અને આપણી આજુબાજુ નાના માં નાની દુકાન થી લઇ મોલ અને શોરૂમ સુધી તમામ જગ્યાઓ પર UPI પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. પહેલા લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન કરવા માટે સંકોચ અનુભવતા હતા પરંતુ અત્યારે લોકો ઇન્ટરનેટ બેન્કિંગ અને UPI વડે સરળતાથી પેમેન્ટ કરતા હોય છે. તો ચાલો આપણે આજે જાણીએ કે UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયા મોકલી શકાય છે.

UPI શું છે?

UPI એ એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે મોબાઇલ એપ્લિકેશન મારફતે બેંક એકાઉન્ટમાંથી નાણાંનું ત્વરિત ટ્રાન્સફર સક્ષમ બનાવે છે. UPI દ્વારા, ગ્રાહક એક બેંક એકાઉન્ટને ઘણા બધી UPI એપ્લિકેશન સાથે લિંક કરી શકે છે. ઉપરાંત, ઘણા બધા બેન્ક એકાઉન્ટને એક જ UPI એપ્લિકેશન મારફતે ઓપરેટ કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે જો તમારી પાસે સ્કેનર, મોબાઈલ નંબર અથવા UPI આઈડીમાંથી માત્ર એક જ માહિતી હોય તો પણ UPI તમને મની ટ્રાન્સફરની સુવિધા આપે છે.

ક્યાં બેન્કની કેટલી ટ્રાન્ઝેક્શન લિમિટ છે?

  • ભારતની સૌથી મોટી સરકારી માલિકીની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા એક લાખ રૂપિયા છે. તે ઉપરાંત તેની દૈનિક ટ્રાન્ઝેક્શન લિમિટ પણ 1 લાખ રૂપિયા જ છે.
  • તેવી જ રીતે ICICI બેન્કની UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ અને દૈનિક લિમિટ 1-1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • તો પંજાબ નેશનલ બેન્ક (PNB)ની ટ્રાન્ઝેક્શન લિમિટ 25,000 રૂપિયા છે, જ્યારે દૈનિક UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 50,000 રૂપિયા નક્કી કરાઇ છે.
  • ખાની ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા HDFC બેન્કની UPI ટ્રાન્ઝેક્શન અને દૈનિક લિમિટ 1-1 લાખ રૂપિયા છે. અલબત્ત, નવા કસ્ટમરોને પ્રથમ 24 કલાક સુધી માત્ર 5000 રૂપિયાના જ ટ્રાન્ઝેક્શનની પરવાનગી છે.
  • એક્સિસ બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમિટ અને દૈનિક લિમિટ 1-1 લાખ રૂપિયા છે.

UPI એ આપણા નાણાકીય વ્યવહારને સંપૂર્ણ બદલી નાખ્યા છે. UPI ની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી હતી અને આજે ભારતમાં તેમના એમ્પ્લીમેન્ટેશન પછી વિશ્વના અન્ય દેશો પણ હવે UPI નો ઉપયોગ કરવા લાગ્યા છે.

આજકાલ આપણામાંથી મોટાભાગના લોકો નાણાકીય વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમે UPI નો ઉપયોગ કરીને એક દિવસમાં કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો? જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું.

NPCI અનુસાર, તમે UPI દ્વારા એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકો છો. ઘણા લોકો UPI ટ્રાન્ઝેક્શન કરવા માટે Google Pay, Phone Pay, Amazon Pay વગેરે જેવી એપનો ઉપયોગ કરે છે.

જો તમે UPI ટ્રાન્ઝેક્શન માટે આ એપ્સનો ઉપયોગ કરો છો, તો યાદ રાખો કે તમે એક દિવસમાં 1 લાખ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો તમે Amazon Pay માટે Registration કરાવો છો, તો તમે પ્રથમ 24 કલાકમાં માત્ર રૂ. 5,000 સુધીનો વ્યવહાર કરી શકો છો.

જો તમે UPI નો ઉપયોગ કરો છો, તો તમે 24 કલાક પછી દરરોજ 1 લાખ રૂપિયા સુધીની લેવડદેવડ કરી શકો છો. તમે તમારા વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરો છો કે કેમ તે જાણવા માટે આ માહિતી મહત્વપૂર્ણ છે.

Post a Comment

0 Comments