નવી ભરતી માટે ગૃહ વિભાગે 69 કરોડનું બજેટ મંજૂર કર્યું:રાજ્યનું એકપણ પોલીસ સ્ટેશન હવે પીએસઆઈના તાબા હેઠળ નહીં રહે
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરીને જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન હતા, તે પીઆઈના કરી દેવા સરકારે કવાયત શરૂ કરી હતી.
જેના ભાગરૂપે અગાઉ 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીઆઈના કરી દેવાયા હતા. જ્યારે બાકી રહેલા 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પીઆઈની નિમણૂક કરવા ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે માટે 200 પીઆઈ, 300 પીએસઆઈ અને 374 એએસઆઈ મળીને 874 નવી ભરતી માટેની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
જેના માટે ગૃહ વિભાગે રૂ.69.08 કરોડ ફાળવ્યા છે. જેથી હવે ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નહીં ચલાવે. દરેક પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળ જ રહેશે.
ભરતીની જગ્યા મુજબ પગાર ધોરણ
200 PI, 300 PSI, 374 એએસઆઈ માટે ભરતી પ્રક્રિયા શરૂ
હોદ્દો | જગ્યા | પગાર ધોરણ |
પીઆઈ | 200 | 44,900 થી 1,42,400 સુધી |
પીએસઆઈ | 300 | 39,900 થી 1,26,600 સુધી |
એએસઆઈ | 374 | 25,500 થી 81,100 સુધી |
0 Comments