લોકસભાની ચૂંટણી તારીખ : આ વર્ષે લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે?

 Lok Sabha Elections 2024 Date: ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા કે ચોથા તબક્કામાં મતદાન યોજાય તેવી શક્યતા છે.. જો કે ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની તમામ રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે.

તારીખ કેટલા દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે?

2019, 2014, 2009 અને 2004 એમ છેલ્લી ચાર સામાન્ય ચૂંટણીઓ જોવામાં આવે તો પંચે ચૂંટણીની તારીખની જાહેરાત અને મતદાન વચ્ચે લગભગ 40 થી 50 દિવસનું અંતર રાખ્યું છે. 11 એપ્રિલથી 19 મે વચ્ચે એમ સાત તબક્કામાં 2019ની લોકસભા ચૂંટણી હતી. પરંતુ આ ચૂંટણીની ચૂંટણી પંચે માર્ચની શરૂઆતમાં જ તારીખો જાહેર કરી હતી. 


ચૂંટણીની તારીખ નક્કી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં લેવાય છે 

- જે દિવસે ચૂંટણી હોય તે દિવસે વધુ ગરમી કે વરસાદ ન હોવો જોઈએ. જેથી તેની અસર મતદાન પર ન પડે

- ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે કોઈ રાજકીય પક્ષ કોઈ ગેરવાજબી લાભ મેળવી શકે તેવી તારીખ પણ પસંદ કરવામાં આવતી નથી 

- આ સિવાય ચૂંટણી પંચ ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય રજાઓ, વિશેષ પરીક્ષાઓની તારીખો, સુરક્ષા દળોની ઉપલબ્ધતાને પણ ધ્યાનમાં લે છે

આ વર્ષે લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે?

જો કે હાલ તો લોકસભા ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી. છેલ્લી ચાર ચૂંટણીમાં તો એપ્રિલથી જ એટલે કે 2019માં 11 એપ્રિલ, 2014માં 7 એપ્રિલ, 2009માં 16 એપ્રિલ અને 2004માં 20 એપ્રિલથી મતદાન શરૂ થઈ ગયું હતુ અને મે મહિનામાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. આ પરથી જ એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ વર્ષે પણ મતદાન પ્રક્રિયા એપ્રિલથી મે સુધી ચાલુ રહી શકે છે. જેથી પાંચથી સાત તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ શકે. 

ચૂંટણીના તબક્કામાં કઈ રીતે નક્કી થાય છે?

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા લોકસભાની વધુ બેઠકો ધરાવતા કેટલાક મોટા રાજ્યોમાં ચૂંટણી ઘણા તબક્કામાં યોજાય છે. જયારે દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા નાના રાજ્યોમાં એક કે બે તબક્કામાં ચૂંટણી પૂરી થાય છે. 

છેલ્લી લોકસભા ચૂંટણીના ડેટાના આધારે જોઈએ કયા તબક્કામાં ચૂંટણી થઈ શકે છે?

પ્રથમ તબક્કો- જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, આંદામાન, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ

બીજો તબક્કો- આંધ્ર પ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, પુડુચેરી

ત્રીજો તબક્કો- આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ

ચોથો તબક્કો- પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન

પાંચમો તબક્કો- મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ

છઠ્ઠો તબક્કો- દિલ્હી-NCR, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ

સાતમો તબક્કો- ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ

પરિણામો ક્યારે આવશે?

સામાન્ય રીતે ચૂંટણીના છેલ્લા તબક્કાના ત્રીજા કે ચોથા દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવે છે. આ પરથી એવું અનુમાન લગાવી શકાય કે 2024માં ચૂંટણીના પરિણામો 13 મેથી 23 મેની વચ્ચે આવી શકે છે. 

2019 માં શું પરિણામો આવ્યા?

2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ 351 બેઠકો જીતી હતી, જ્યારે UPAને 90 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. જ્યારે ટીએમસીને 22 બેઠકો મળી હતી. છેલ્લી ચૂંટણીમાં શિવસેનાને NDAમાં સામેલ કરવામાં આવી હતી, જ્યારે શિવસેનાએ 18 બેઠકો જીતી હતી. નીતિશની JDUને 16 બેઠકો મળી હતી. તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને 23 બેઠકો મળી હતી.

Post a Comment

0 Comments