TET પરીક્ષા સેન્ટરમાં ફેરફાર TET 2 Exam center change

 પ્રાથમિક શિક્ષક બનવા માટે TET કસોટી પાસ કરવી ફરજિયાત

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની TET-1 અને TET-2માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. TET-1 અને TET-2 માટે ઓનલાઈન અરજી અન્વયે બંનેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે. TET-1 કસોટી એપ્રિલની 16મી તારીખના રોજ હતી જ્યારે TET-2 કસોટી આગામી એપ્રિલની 23મી તારીખે યોજાશે. રાજ્યભરમાંથી  TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે. પ્રાથમિક શિક્ષક બનવા માટે TET-1 અને TET-2 કસોટી પાસ કરવી ફરજિયાત છે. ધોરણ 1થી 5માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ TET-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા પાસ કરવી પડે છે.


શિક્ષક બનવા TET પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરો TET Call Letter 2023

Post a Comment

0 Comments