વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે.
આ પુસ્તક હાથવગુ રાખવા જેવુ છે. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને નવા નવા કેરીયર માર્ગ અને સાચુ માર્ગદર્શન મળી રહે તે હેતીથી આ પુસ્તક દર વર્ષે ગુજરાત માહિતી ખાતા દ્રારા પ્રકાશિત કરવામાં આવે છે.
બુક | કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 |
લેખક | ગુજરાત માહિતી વિભાગ |
ભાષા | ગુજરાતી |
Size: | 4 MB |
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2023 વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે. ધોરણ 10 અને 12 તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે.
દરેક વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને પોતાના ભવિષ્ય અંગે ચિંતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને ધોરણ 10 ને ધોરણ 12 પછી શું કરવુ અને કયા ક્ષેત્રમાં પોતાનુ ભવિષ્ય બનાવવુ તેની ચિંતા હોય છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 વિવિધ અને નવા નવા કારકિર્દીના વિકલ્પો વિશે તજજ્ઞો દ્રારા વિગતવાર સમજુતી આપી છે.
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 ડાઉનલોડ Download
0 Comments