કાચા મંડપ સહાય યોજના

કાચા મંડપ સહાય યોજના

આવી રચના બનવા માટે ખેડૂતોને વાંસના બમ્બુનો ખુબજ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો પડતો હોય છે. આથી સામાન્ય આર્થિત સ્થિતિ ધરાવતા ખેડૂતો વાંસના બાંબુની ખરીદી કરી શકતા ન હોય જેને લીધે સરકાર આવા ખેડૂતોની મદદ માટે Kacha Mandap Sahay Yojana ને અમલમાં મૂકી છે.

કાચા મંડપ સહાય યોજના – હાઇલાઇટ્સ

યોજનાનુ નામકાચા મંડપ સહાય યોજના
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોને શાકભાજી પાકો વાવવા માટે પ્રોત્સાહન મળી શકે.
લાભાર્થીગુજરાત રાજ્યનો ખેડૂત
સહાયની રકમઆ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે., દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે.
સત્તાવાર સાઈટhttps://ikhedut.gujarat.gov.in/

કાચા મંડપ યોજનાનો લાભ

આ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે., દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે.


કાચા મંડપ ટામેટા/મરચા અને સામાન્ય શાકભાજીના ટ્રેલીઝ ની પાત્રતા

ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબની છે.

  • કાચા મંડપ માટે લાકડા/વાંસના ટેકા (૧૬૦૦ નંગ/હેક્ટર) GI વાયર (12-૧૮) ગેજ, ૪૦૦ કી.ગ્રા/હેક્ટર નો ઉપયોગ કરવાનો રહેશે. અંતર ૨.૫૦ * ૨.૫૦ મી પ્રમાણે ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળશે જે શાકભાજીનું વાવેતર કરતા હોય
  • યોજનાનો લાભ મેળવનાર ખેડૂત ગુજરાત રાજ્યનો વાતની હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.

કાચા મંડપ સહાય યોજના ૨૦૨૨ ઓનલાઇન રેજિસ્ટ્રેશન પ્રોસેસ

કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ સબસીડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજી ટ્રેલીઝ” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

કાચા મંડપ સહાય યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

Kacha Mandap Sahay Yojana ના ઓનલાઈન ફોર્મ I khedut portal પરથી ભરવાના રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે.

  • આધારકાર્ડ ની ઝેરોક્ષ
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  • 7-12 અને 8 અ નો પુરાવો
  • બેંક ખાતાની પસ્બુકના પહેલા પેજની ઝેરોક્ષ
  • જો ખેડૂત અનુ સૂચિત જાતી/ જન-જાતી ના હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત સરકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોઈ તો તેની વિગત.

Post a Comment

0 Comments