ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની નોંધણીપ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે.
જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ સર્વગ્રાહી પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત સાતત્યપૂર્ણ અનુભવની સહાય મળે તે માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે.
અંડર ગ્રેજ્યુએટ કોર્સ એડમિશન 2024-25
GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે. ગાંધીનગર ખાતે યોજાયેલ GCAS પૉર્ટલ લોન્ચિંગ પ્રંસગે, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ટેકનીકલ શિક્ષણ વિભાગના કમિશ્નર બંછા નીઘી પાની, હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર પરિમલ પંડ્યા, રાજ્યની વિવિઘ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર ઓ ઉપસ્થિત રહ્યા હતા.
GCAS પૉર્ટલની વિશેષતાઓ
- દ્વિભાષી ઇન્ટરફેસ : જી.સી.એ.એસ. (GCAS) પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને વધુ સારી રીતે સર્વ સુધી પહોંચી શકાય.
- સરલીકૃત નોંધણી : એકીકૃત અને વપરાશકર્તા માટે સહજ-સરળ એવા ઇન્ટરફેસ મારફતે અનેકવિધ સરકારી યુનિવર્સિટીઓમાં નોંધણી માટેની સુવ્યવસ્થિત નોંધણીપ્રક્રિયા.
- યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસઃ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું જી.સી.એ.એસ. પોર્ટલ સીધા ઇન્ટરફેસ સાથે નોંધણીનો સાતત્યપૂર્ણ અનુભવ પૂરો પાડે છે, જે અરજદારોને નોંધણીની પ્રક્રિયા કે સ્થિતિ વિશે માહિતગાર રાખે છે.
- દસ્તાવેજ વિશેની સરળ વ્યવસ્થા : અરજદારો માટે સરળ અને મુશ્કેલી વિનાની નોંધણી કરી શકાય તે માટે જી.સી.એ.એસ. દ્વારા દસ્તાવેજોનું સરળ વ્યવસ્થાપન અને અપલોડ કરવાની સરળતા.
- ત્વરિત અને સમયસર નોટિફિકેશન્સ : નોંધણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે નિયમિત જાણકારી આપીને સારી રીતે માહિતગાર રાખવા.
- સહજસુલભ સહાયક કેન્દ્રો : ગુજરાત રાજ્યની દરેક પબ્લિક યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી 480થી વધુ કૉલેજો ખાતે સહાયકેન્દ્રોની રચના, જે અત્યંત અંતરિયાળ વિસ્તારો સહિતના તમામ વિદ્યાર્થીઓને મુશ્કેલી વિના ને સરળતાથી અરજીપ્રક્રિયા સંદર્ભે મદદરૂપ થશે.
- સરળતાથી ડૉક્યૂમેન્ટ્સ અપલોડ કરી શકાય છે.
- અનેક વિષયો પસંદ કરી શકાય છે.
- જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ-મેઈલ થકી પ્રાપ્ત થાય છે.
- તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડિ્મશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.
- માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવીને ઍડિ્મશનની પ્રક્રિયા સરળ કરનારા આ પૉર્ટલ થકી વિદ્યાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.
કઇ 14 યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?
- ગુજરાત યુનિવર્સિટી,
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,
- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા,
- ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE,
- શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,
- સરદાર પટેલ યુનિવર્સિટી,
- ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી,
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી,
- બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,
- શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી,
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
- ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી,
- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ,
- ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.
- સહાય કેન્દ્રની સૂચિ : Download
- અંડર ગ્રેજ્યુએટ કોર્સ એડમિશન 2024-25 ના સમયપત્રકની સૂચના તારીખ 16/03/2024 : Download
વિદ્યાર્થીની નોંધણી અને પ્રવેશપ્રક્રિયા
A. વપરાશકર્તા/વિદ્યાર્થીનું નવું ID બનાવવું :
1. GCAS વેબ સાઇટ પર જવું
2. ‘Apply Now’નો વિકલ્પ શોધવો, અથવા http://gcasstudent.gujgov.edu.in/ એ ઓનલાઈન રજિસ્ટ્રેશન લિન્ક દ્વારા રજિસ્ટ્રેશન કરવું.
3. જરૂરી વ્યક્તિગત વિગતો સાથે ઓનલાઇન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા :
•નામ : HSC માર્કશીટ/૧૨મા ધોરણની માર્કશીટમાં હોય તે પ્રમાણેનું ઉમેદવારે પોતાનું નામ ભરવાનું રહેશે.
•જન્મતારીખ : ઉમેદવારે તેમની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ HSEકે 10મા ધોરણની માર્કશીટમાં ઉલ્લેખ કર્યા મુજબ DD/MM/YYYY ફોર્મેટમાં, એટલે કે તારીખ, મહિના અને વર્ષ પ્રમાણે જન્મતારીખ નોંધવાની રહેશે.
•મોબાઇલ નંબર : જે તે દેશના કોડ સાથે 10 અંકનો મોબાઇલ નંબર નોંધવો. દા.ત. (91) 9632388997. (સમગ્ર પ્રવેશપ્રક્રિયા દરમિયાન સુલભ હોય, વપરાશમાં હોય તેવો માન્ય મોબાઇલ નંબર ઉમેદવારે નોંધવાનો રહેશે.)
•ઈ-મેઈલ આઈડી : ઉમેદવારે માન્ય ઈ-મેઈલ આઈડી આપવાનું રહેશે. દા.ત. abcdef@gmail.com, abcdef@yahoo.com અથવા તો અન્ય.
૪. ચકાસણી અને નોધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન
૫. રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
૬. ઉમેદવારે આઇડી બનાવવું.
૭. ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે.
૮. ઉમેદવારે રજિસ્ટ્રેશન પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે.
નોંધ: રજિસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીનું પોતાનું ખાસ આઇડી વેબસાઇટ પર બનાવવામાં આવશે. લોગ ઇન કરતી વખતે ઉમેદવારે પોતાની ઓળખ (યુઝરનેમ અને પાસવર્ડ)નો ઉપયોગ કરવાનો રહેશે.
B. પ્રવેશપ્રક્રિયા :
1. ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઇડી અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગ ઈન કરવાનું જરૂર છે.
2. રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
3. લોગ ઈન કર્યા પછીવિદ્યાર્થી પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે, એક્સેસ કરી શકશે.
4. ઉમેદવારે રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ/કૉલેજોને પસંદ કરવાની રહેશે. વિદ્યાર્થી ઇચ્છે તેટલા પ્રવાહ, અભ્યાસક્રમ અથવા યુનિવર્સિટીઓ/કૉલેજો પસંદ કરી શકે છે.
5. અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી પછીઉમેદવારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
6. અરજી ફોર્મ ભરતી વખતેકેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે :
•નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.
•જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.
•કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ
7. ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)
8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).
9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.
10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન
11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.
12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.
13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.
14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે.
પાસવર્ડ રીસેટ કરવો – બદલવો :વિદ્યાર્થી નીચે જણાવ્યા મુજબનાં સ્ટેપ્સ પછી કોઈ પણ સમયે તેમના પાસવર્ડને રીસેટ કરી શકે છે :
1. લોગ ઈન પેજ પર ઉપલબ્ધ Forgot Password ટેબ પર ક્લિક કરો.
2. વપરાશકર્તા વિદ્યાર્થીનું ઈ-મેઈલ આઈડી, એપ્લિકેશન નંબર અને જન્મતારીખની વિગત આપીને Submit બટન પર ક્લિક કરો.
3. રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઇડી અથવા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
4. પાસવર્ડ રીસેટ કરો
અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :
1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.
2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.
3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.
4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.
5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.
6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
0 Comments