પોસ્ટ વિભાગમા 10 પાસ માટે 12828 જગ્યા પર ગ્રામીણ ડાક સેવકની ભરતી

India Post Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં 12828 જગ્યા પર પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની ભરતી
બેંકનું નામભારતીય ડાક વિભાગ
પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવક
ખાલી જગ્યાની સંખ્યા૧૨૮૨૮ જગ્યા 
જોબ સ્થાનભારત
ફોર્મ ભરવાની તારીખ22 મે  2023
અરજીની છેલ્લી તારીખ11 જૂન 2023
સત્તાવાર વેબસાઇટindiapost.gov.in

કુલ ખાલી જગ્યા:

  • ભારતીય ડાક વિભાગ ઘ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં પુરા ભારતમાં કુલ 12828 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જ્યારે વાત કરીએ ગુજરાત રાજ્યની તો ગુજરાતમાં 110 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. તમે ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ ઉપર તમારા તાલુકામાં કેટલી જગ્યા માટે ભરતી છે એ પણ જોઈ શકો છો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ઇન્ડિયા પોસ્ટ ડીપાર્ટમેન્ટ ઘ્વારા 22 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

મિત્રો જો તમે 10 પાસ છો તો તમે મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરી શકો છો અને જો તમે 12 પાસ છો તો તમે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકો છો. અરજી કરનાર વ્યક્તિને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ તથા સાયકલ ચલાવતા ફરજિયાતપણે આવડતું હોવું જોઈએ.

પગારધોરણ

અરજી કરતા ઉમેદવારના મન માં એ સવાલ જરૂર થાય છે કે આ પોસ્ટ પર સેલરી કેટલી મળવાપાત્ર છે. તો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPM એટલે કે Branch Post Master ની સેલરી 12,000 થી 29,380 રૂપિયા સુધી છે જયારે ABPM એટલે કે Assistant Branch Postmaster અને ગ્રામીણ ડાક સેવકની સેલરી 10,000 થી 24,470 રૂપિયા સુધી છે.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો આ ભરતીમાં તમારી પસંદગી ધોરણ-10 તથા ધોરણ-12ના ટકાના આધારે થાય છે. ધોરણ-10 તથા ધોરણ-12માં તમારા જેટલા વધારે ટકા હશે આ ભરતીમાં નોકરી મેળવવાનો તમારો ચાન્સ એટલો જ વધારે રહશે. મિત્રો જયારે તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે તમારી પસંદગીની પાંચ ઓફિસ સિલેક્ટ કરવાની હોય છે. આ પાંચ ઓફિસ માટે અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હોય છે. મેરીટ પ્રમાણે જે ઉમેદવારના સૌથી વધારે ટકા હશે એની પસંદગી કરી લેવામાં આવે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.હવે ભારતીય ડાક વિભાગ ની સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments