માનવ કલ્યાણ યોજના 2023


Manav Kalyan Yojana 2023 અરજી ફોર્મ ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થીક પગભર બનાવવા અને તેમના વ્યવસાયમા મદદરૂપ થવા તથા આત્મનિર્ભર બનાવવા આ યોજનામા કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે. માનવ કલ્યાણ યોજના માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ જે લોકો ની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ 1,20,000 હોય તેવા લોકો આ સહાય માટે અરજી કરી શકે છે અને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે આવક મર્યાદા 1,50,000 હોય તેવા લોકો માનવ કલ્યાણ યોજના માટે તેની સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જઈ ને તારીખ 01-04-2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે.

Manav Kalyan Yojana 2023

યોજનાManav Kalyan Yojana 2023
અમલીકરણ વિભાગકુટીર અને ગ્રામોદ્યોગ
યોજનાનો હેતુસ્વરોજગારીની તકો
કચેરી સંપર્કજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
Official Websitee-kutir.gujarat.gov.in
માનવ કલ્યાણ યોજના 2023 અરજી ફોર્મ @e-kutir.gujarat.gov.in 28 પ્રકારના વ્યવસાય માટે સહાય

માનવ કલ્યાણ યોજના 2023

નાના વ્યવસાયકારોને મદદરૂપ થવા માટેની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગારી ની તકો ઉભી કરવા માટે વધારાના ઓજારો/સાધનો ની ટુલ્સ કીટ રૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે 1995 થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ પ્રકારના વ્યવસાયો માટે નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક નિયત મર્યાદા કરતા ઓછી હોય તેવા લોકોને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ

માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચી કામ
  • ભરત કામ
  • દરજી કામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફલોરમીલ
  • મસાલા મીલ
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા

આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.150000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે.

વય મર્યાદા

માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદારઈ ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

ડોકયુમેન્ટ લીસ્ટ

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • જાતી નો દાખલો
  • આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ

આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • સૌ પ્રથમ આ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in ખોલવાની રહેશે.
  • ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
  • ત્યારબાદ વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમને દેખાશે. તેમાથી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
  • આ યોજનાની તમામ માહિતી આપને દેખાશે તે વાંચી લો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી ભરો.
  • માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખો કે ઓરીજીનલ ડોકયુમેન્ટ ને સ્કેન કરીને જ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી કંફર્મ કરી પ્રીન્ટ કાઢી તમારી પાસે સેવ રાખો.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા

પ્રશ્ન 1 : માનવ કલ્યાણ યોજના મળવા પાત્ર સહાય શું છે?

જવાબ : માનવ કલ્યાણ યોજના હેઠળ કયા ૨૮ પ્રકાર ના વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : માનવ કલ્યાણ યોજના અરજી કેવી રીતે કરવી?

જવાબ : તમે ઑફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ ઉપર જઈ ને રજિસ્ટ્રેશન કરી ને અરજી કરી શકો છો. 

પ્રશ્ન 3 : માનવ કલ્યાણ યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે?

જવાબ: કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે.

પ્રશ્ન 4 : Manav Kalyan Yojana ની જિલ્લા કક્ષાએ વધુ માહિતી કઈ કચેરીનો સંપર્ક કરવો?

જવાબ: અરજદારો જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” નો સંપર્ક કરી શકાશે.

પ્રશ્ન 5 : માનવ કલ્યાણ યોજના કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે?

જવાબ: ગુજરાતના લાભાર્થીઓ આ યોજનાની ઓનલાઈન અરજી e-Kutir Portal પર તા-01/04/2023 થી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.

Post a Comment

0 Comments