SBI Recruitment 2024: તાજેતરમાં એસબીઆઇ બેન્ક દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ કોમ્યુનિકેશન એન્ડ માર્કેટિંગ)ની જગ્યા ભરવામાં આવશે. આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જેવી વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
SBI Recruitment 2024:
સંસ્થા | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI) |
પોસ્ટ નું નામ | સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર |
કુલ જગ્યા | એક(1) |
જાહેરાત નંબર | CRPD/SCO/2024-25/17 |
અરજીની છેલ્લી તારીખ | 11 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | sbi.co.in |
SBI Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
તાજેતરમાં state bank of india દ્વારા જાહેર કરવામાં આવેલ કેડર ઓફિસરની ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ. જે ઉમેદવારે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(MBA), ડિપ્લોમા ઇન મેનેજમેન્ટમાં(PGDM) પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલ હશે તે ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ: આ ભરતી માટે ઉમેદવાર એ કોમર્સ/ બેન્કિંગ, ઉદ્યોગ/ફીનટેક, કંપની/ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભોક્તાઓનો સામનો કરતી કંપનીમાં માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ના ક્ષેત્રમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. 15 વર્ષના અનુભવમાં પાંચ વર્ષનો BFSI અને ત્રણ વર્ષનો વરિષ્ઠ મેનેજમેન્ટ રોલમાં અનુભવ હોવો જોઈએ.
SBI Recruitment 2024 વય મર્યાદા:
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર તારીખ 30-9-2024 ના રોજ 55 વર્ષ હોવી જોઈએ. યોગ્ય ઉમેદવારો માટે 3 વર્ષ સુધી છૂટછાટ આપી શકાશે.
SBI Recruitment 2024 પગાર ધોરણ:
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારને વાર્ષિક સીટી સી રૂપિયા 1.00 કરોડની ઉપલી મર્યાદાની અંદર આપવામાં આવશે. સીટીસી માં 80% નિશ્ચિત અને 20 ટકા ચલ પગારનો સમાવેશ કરવામાં આવે છે. સીટીસીમાં 10% વાર્ષિક વધારો સંતોષકારક કામગીરીને આધારે કરવામાં આવશે.
SBI Recruitment 2024 મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 22-10-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11-11-2024 |
SBI Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
SBI Recruitment 2024 અરજી ફી:
વિગત | ફી |
---|---|
Genera/EWS/OBC | રૂ.750/- |
SC/ST/PWBD | ફી ભરવાની રહેશે નહીં.(0/-) |
SBI Recruitment 2024 મહત્વની લિંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
0 Comments