મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

  • અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી
  • 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો
  • 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
  • કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ રુપિયા સહાય જાહેર કરી
  • મોતના આંકડામાં 6થી વધુ બાળકોનો સમાવેશ
  • મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટના સ્થળે પહોંચ્યા
  • CM ભૂપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના
  • મંત્રી બ્રિજેશ મેરજાએ 35ના મોત થયા હોવાનું જણાવ્યું


બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે (26 October 2022) સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે. 

અનેક લોકોના મોતની આશંકા


આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. બીજી તરફ 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું


ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

ઓરેવા ગ્રુપે બનાવ્યો હતો ઝૂલતો બ્રિજ

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજને પ્રખ્યાત ઉદ્યોગ ગૃહ ઓરેવા ગ્રુપે (OREVA Group) તૈયાર કર્યો હતો. ઓરેવા ગ્રુપના MDએ બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતા બ્રિજ ખુલ્લો મુક્યો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. આ ઝૂલતા બ્રિજનું રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ 6 મહિના માટે સમારકામ બાદ ખુલ્લો મૂકાયો હતો. લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Post a Comment

0 Comments